The Secret (ગુજરાતી સારાંશ)

- આ પુસ્તક આકર્ષણના સિદ્ધાંત ઉપર લખેલી છે.

- સિદ્ધાંતોને સમજવા માટે એક સારો એવો ઉદાહરણ આ પુસ્તકમાં દર્શાવ્યો છે. જ્યારે કોઈ માણસ બિલ્ડીંગના 10માં માળેથી કૂદકો મારે ત્યારે તે સારો હોય કે ખરાબ તે નીચે જ પડે છે. જેને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કેહવામાં આવે છે.

- તેવી જ રીતે આ દુનિયામાં ઘણા બધા સિદ્ધાંત હોય છે જે તમને ગમે કે ના ગમે પણ બધા ને લાગુ પડે છે. જેમાથી એક આકર્ષણનો સિદ્ધાંત છે. 

- આ સિદ્ધાંતને સમજવા માટે આપણે માણસના મગજ ને એક ચુંબક તરીકે સમજવું.

- માણસનો મગજ જ્યારે વિચારે છે ત્યારે બ્રહ્માંડમાં એક કંપન મોકલે છે. આ વિજ્ઞાનિક રીતે પણ સાબિત કરવામાં આવેલ છે. 

- તમારા વિચારો જ તમારા જીવનની બધી વસ્તુ અથવા ઘટનાઓને આકર્ષિત કરે છે. તમે જે વિચારો છો તેવું તમને મળે છે. જો તમે સારું વિચારશો તો સારું થશે અને ખરાબ વિચારશો તો ખરાબ થશે. 

- માણસની આદત હોય છે નકરાત્મક (નેગેટિવ) વિચારવાની, તે જાણ્યા-અજાણ્યા નકારાત્મક વિચાર કર્યા રાખે અને તેના લીધે તે હાલ નો સમય તો ગુમાવે છે પણ આવનાર સમયની તકો પણ જોય શકતો નથી.

- આ પુસ્તકમા એક ઉદાહરણ તરીકે એવું કહ્યું છે કે જ્યારે તમે એવું વિચારો છો કે તમારે "લેટ નથી થવું" ત્યારે આકર્ષણનો સિદ્ધાંત તમે તમારી ઉર્જા કે ધ્યાન કેમા છે તે આકર્ષિત કરશે. જો તમારે લેટ ન થવું હોય તમારે વહેલું પોહચવું છે તેવા વિચાર અથવા શબ્દનો ઉપયોગ કરવો પડે.

- આકર્ષણના સિદ્ધાંત ને ઉપયોગમા લેવા માટે આ પુસ્તકમાં 3 રીતો દર્શાવ્યા છે -  

1) Ask - પૂછવું : તમારે જે તમારા જીવનમાં શુ જોઈએ છે તે ચોકસ (Specific) રીતે અને વિગતવાર (Detailed) વિચારવુ. 

2 Believe - વિશ્વાસ રાખવો : જ્યારે તમે ઓનલાઇન કોઈ વસ્તુ મંગાવો છો તો તમને પૂરી ખાતરી હોય છે કે તમને તે થોડા દિવસોમા મળશે. બસ તેમજ જ્યારે તમને જે જોઈએ છે તે તમને મળશે જ તેનો વિશ્વાસ રાખવો.

3 Receive - પ્રાપ્ત કરવું : તમને જે જોઈએ છે તે તમને મળી ગયું છે તેવું વિચારો. આને ઘણા લેખકો "Imagination" ટેક્નિક પણ કહે છે, જેમાં તમારે જે વસ્તુ જોઈએ છે તે મળ્યા પછીના અનુભવ ને તમારે કલ્પના કરવાની હોય છે. 

એક અગત્યની સૂચના : તમે ઉપરની બધી વાતો સાથે તમારે કામ/મેહનત (Actions) પણ કરવી પડશે. ખાલી બેસીને વિચાર કરવાથી તમને તક મળી શકે પણ તકને ઝડપવા માટે તો મેહનત ફરજિયાતપણે કરવી પડશે.

આભાર ... !

Comments

Popular posts from this blog

Don't Lose Your Mind, Lose Your Weight - 1.0

Principles (ગુજરાતી સારાંશ)

Don't Lose Your Mind, Lose Your Weight - 1.1